જો તમારા બાળકને લીલી ભાજી ન ભાવતી હોય અને તેમ છતાં તમે તેમને ખવડાવવા માગતા હો તો હરિયાળી કબાબ બેસ્ટ રહેશે. આ કબાબ ટેસ્ટમાં પણ સારા લાગતા હોવાથી બાળકને ખબર પણ નહીં પડે. પાલક અને ચણા દાળ તેમજ અન્ય મસાલામાંથી બનતા કબાબ બનાવવાની રીત પણ સરળ છે.
સામગ્રી
- 250 ગ્રામ પાલક
- 4 નંગ લીલા મરચા
- 2 ચમચી જીરું પાઉડર
- 5 નંગ કાજુ
- 250 ગ્રામ ચણાની દાળ
- 1 ચમચી આમચૂર પાઉડર
- સ્વાદાનુંસાર મીઠું
- 1 કપ બેસન
- 1 1/2 કપ તેલ
બનાવવાની રીત
ચણા દાળને 4 કલાક માટે પલાળી દો અને પાલકના પાનને તપેલીમાં પાણી મૂકીને અધકચરા બાફી લો.એક મિક્સર જાર લો. તેમાં ચણાની પલાળેલી દાળ અને પાલક લઈને ક્રશ કરી લો. હવે તેમાં લીલા મરચા, જીરુ પાઉડર, આમચૂર પાઉડર, મીઠું અને બેસન ઉમેરીને ફરીથી ક્રશ કરી લો અને મિશ્રણ તૈયાર કરી લો.આ મિશ્રણને બાઉલમાં કાઢી લો.
તેમાંથી મીડિયમ સાઈઝના બોલ બનાવીને તેને કબાબનો શેપ આપો. હવે કાજુના બે ભાગ કરીને તેને કબાબ પર ચોંટાડી દો.એક પેનમાં તેલ લઈને તેને ગરમ થવા દો.
તેલ ગરમ થઈ જાય એટલે કબાબને તેમાં મૂકીને ફ્રાય કરી લો. તો લો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા હરિયાળી કબાબ