અમદાવાદ બાદ કોરોનાનું હબ બનેલા સુરતની સ્થિતિ બદથી બદતર બની રહી છે ત્યારે અગ્ર આરોગ્ય સચિવે તો ત્યાં ધામા નાંખ્યા જ છે પણ ખુદ CM રૂપાણી ત્યાં દોડી ગયા હતા ત્યારે આજે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ સુરત મનપા સાથે બેઠક કરી હતી.
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. સુરતમાં હીરા ઉદ્યોગની બેઠક યોજાઇ હતી. મંત્રી કુમાર કાનાણી અને મેયરની હાજરીમાં બેઠક યોજાઇ હતી. શહેરની વર્તમાન પરિસ્થિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ મામલે કુમાર કાનાણીએ કહ્યું કે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વરાછા, કતારગામમાં હીરા ઉદ્યોગ બંધ કરાયો છે. શહેરમાં ઉદ્યોગો ચાલવા જોઇએ. સંક્રમણ ન વધે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગની સાથે બેઠક કરી છે. ઉદ્યોગો કેવી રીતે શરૂ થઈ શકે તે ચર્ચા કરી છે. ફરીવાર ઉદ્યોગો શરૂ થાય તેના પ્રયાસો શરૂ કર્યા છે. અધિકારી સાથે બેઠક બાદ જાહેરાત કરાશે. કોઈક કારખાનાએ બેદરકારી દાખવી છે. કારખાના નિયોનું પાલન નહીં કરે તો બંધ કરાશે. ઉદ્યોગ માટે નવી ગાઈડલાઈન બનશે.