જો તમે કોઈ મેડ ઈન ઈન્ડિયા ઍપની તલાશમાં છો તો તમારી શોધનો હવે અંત આવી ગયો છે. આવતીકાલે એટલે કે 5 જુલાઈએ દેશની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ Elyments (એલિમેન્ટ્સ) લૉન્ચ થવાની છે. ખાસ વાત એ છે કે આ ઍપનું લૉન્ચિં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કરવાના છે.
ભારતમાં 50 કરોડ લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે પરંતુ દુઃખની વાત એ છે કે તેમાંથી મોટા ભાગના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વિદેશી કંપનીઓના છે જેથી ડેટાની ગોપનીયતા અને ડેટાની માલિકી લઈને હંમેશા વિવાદ રહેતો હોય છે. આવામાં મેડ ઈન ઈન્ડિયા ઍપને લઈને હવે એ વિવાદ થઈ રહ્યો છે કે ચાઈનીઝ ઍપ્સ પર પ્રતિબંધ લગાવીને લોકો દેશી ઍપ્સ ડાઉનલોડ કરી રહ્યાં છે.
Elyments ને 1000થી વધુ આઈટી પ્રોફેશનલ્સે તૈયાર કરી છે. આ ઍપ ભારતમાં બનેલી પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ છે, આમ તો તે પહેલેથી જ ગૂગલ પ્લે-સ્ટોર પર હાજર છે અને એક લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી ચે. પરંતુ તેનું સત્તાવાર લૉન્ચિંગ 5 જુલાઈ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરશે.
આ લૉન્ચિંગ પર આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હશે. ઉપરાંત સ્વામી રામદેવ, અયોધ્યા રામી રેડ્ડી, સુરેશ પ્રભુ, આર.વી દેશપાંડે, અશોક પી હિંદુજા, એમ વી રાવ, સજ્જન જિંદાલ જેવી હસ્તીઓ પણ હાજર હશે.
Elyments ઍપના યુઝર્સનો ડેટા દેશમાં જ સુરક્ષિત રહેશે અને યુઝર્સની સ્પષ્ટ સહમતિ વિના કોઈ થર્ડ પાર્ટીને અપાશે નહીં. આ ઍપ 8 અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આ ઍપમાં સોશ્યલ મીડિયા ફીડ ઉપરાંત ઑડિયો વીડિયો કૉલિંગની પણ સુવિધા છે.