આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખેડાના મહેમદાબાદ, બોટાદ, વાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, એરપોર્ટ, રાણીપ, વાડજ, શાસ્ત્રીનગર, કુબેરનગર, નારોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો છે. ઉકળાટ બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આ વૃક્ષોને સાઇડમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. તો શહરેના પૂર્વ વિસ્તારમાં RTO સર્કલ પર પાણી ભરતા લોકો કેટલાક લોકો ફસાયા છે. જેને લઇને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે.
ગાંધીનગરના દહેગામમાં વરસાદ થયો છે. વીજળીના કડાકા સાથે શરૂ વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અચાનક વાતવરણમાં પલ્ટો આવ્યો છે. તેમજ ખૂબ ઝડપથી પવન ફૂંકાયો હતો.
ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પરના ગામોમાં વરસાદ થયો છે. વલસાડના કપરાડા તાલુકામાં વરસાદ થયો છે. જેમાં અસ્ટોલ, કાસ્ટોનીયા, ખાતુનીયામાં વરસાદ થયો છે. તેમજ સુખલબારી, દહીંખે, બુરવડ, કરચોડમાં વરસાદ થયો છે. કપરાડાની પહાડીઓમાં વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચમાં આગામી 6થી 8 કલાકમાં વરસાદની સ્કાયમેટે આગાહી કરી છે. ભાવનગર, બોટાદ, દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી અને પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.