ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. જો કે વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ તૂટી ગઇ હતી. જો કે હવે ફરી રાજ્યમાં 6 જુલાઇથી 10 જુલાઇ સુધીમાં ચોમાસું ફરી સક્રિય જોવા મળે તેવી શક્યતાઓ છે. જેને લઇને રાજ્યમાં ભારે વરસાદની પણ સંભાવના છે.
રાજ્યમાં આઠ દિવસથી સ્થિર થયેલ ચોમાસું ફરી સક્રિય થઇ રહ્યું છે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 6 જુલાઇથી 10 જુલાઇ સુધીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. જેમાં રાજ્યના તમામ ભાગમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ તુટી ગઇ હતી. જો કે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં 6 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
જ્યારે રાજ્યમાં 7 જુલાઇના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ 8 અને 9 જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 10 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.