મિત્રો બોલિવૂડ ઉદ્યોગમાં એકથી એક ચડિયાતી સુંદર અને કુસળ અભિનેત્રીઓ છે જે તેમની સુંદરતા અને અભિનયના કારણે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. આજે ઘણી અભિનેત્રીઓ છે જે ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા ફી લે છે, અને જો ટીવી અભિનેત્રી વિશે વાત કરીએ તો તે પણ કોઈ ફિલ્મ અભિનેત્રીથી કમ નથી. અને આ અભિનેત્રીઓ પણ સીરીયલોમાં કામ કરવાની ઘણી એવી ફી લે છે. આજે અમે ટીવીની ફેમસ સીરીઅલ ‘કુમકુમ ભાગ્ય’ની 6 અભિનેત્રીઓની ફી વિશે વાત કરીશું અને જેમણે તેમના દમદાર અભિનય ધ્વારા લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. અને આ અભિનેત્રીઓ અભિનય કરવા માટે કેટલી મસમોટી ફી વસુલે છે.
૧. સુપ્રિયા શુક્લા
સુપ્રિયા શુક્લાએ ટેલિવિઝન ઉદ્યોગની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને તેમના ધ્વારા કરવામાં આવેલા અભિનયને ઘણા લોકોએ પસંદ કર્યો છે. સુપ્રિયા શુક્લા, આ ટીવી સીરિયલમાં પ્રજ્ઞા અને તેની બહેનની મા સરલા રઘુવીર તરીકે જોવા મળે છે. તેમની ફી વિશે વાત કરીએ, તો તે એક એપિસોડ માટે 30 થી 35 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
2. રૂહી ચતુર્વેદી
સીરીઅલ કુમકુમ ભાગ્યમાં અભિનેત્રી રૂહી ચતુર્વેદી શેરલીન ખુરાનાની ભૂમિકા ભજવે છે. જો આપણે તેની ફી વિશે વાત કરીએ તો તે આ ટીવી સિરિયલમાં એક એપિસોડના 30 થી 35 હજાર રૂપિયાનો ચાર્જ કરે છે.
3. શિખા સિંહ
સિરિયલ કુમકુમ ભાગ્યની અભીનેત્રી શિખા સિંહ સૌથી વધુ પસંદ કરવાવાળી અભિનેત્રીઓમાંની એક છે. તેણે આ સિરિયલમાં અભિની નાની બહેન તરીકે કિરદાર નિભાવી રહી છે. તે એક એપિસોડમાં કામ કરવા માટે 35 થી 40 હજાર ચાર્જ કરે છે.
૪. લીના જુમાની
સિરિયલ કુમકુમ ભાગ્યની અભિનેત્રી લીના જુમાની જાણીતો ચહેરો છે. તે આ સીરીયલમાં મુખ્ય અભિનેત્રી તરીકે છે. લીના જુમાની આ સીરિયલમા તનુશ્રી મહેતા ઉર્ફે તનુની ભૂમિકા ભજવી રહી છે, જો તેની ફી વિશે વાત કરીએ, તો એપિસોડમાં 35 થી 40 હજાર ચાર્જ કરે છે.
૫. શ્રધ્ધા આર્ય
ટેલિવિઝનની દુનિયામાં સુંદર અભિનેત્રીઓમાંની એક શ્રદ્ધા આર્ય પણ પોતાના અભિનય ધ્વારા ટેલિવિઝન ઉદ્યોગની એક મહાન અભિનેત્રી બની ગઈ છે. તેમને કુમકુમ ભાગ્યની આ સીરીઅલમાં પ્રજ્ઞાની નાની બહેનની ભૂમિકા ભજવી છે. શ્રધ્ધા આર્ય એક એપિસોડના 55 થી 60 હજાર ચાર્જ કરે છે.
૬. સૃતી ઝા
ટીવી જગતની ફેમસ સિરિયલ કુમકુમ ભાગ્યની અભિનેત્રી સૃતી ઝા, સીરિયલ કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાનો રોલ કરી રહી છે. આ સીરીયલમાં તેનો અભિનય પ્રશંસાપાત્ર છે. સૃતી ઝા દેખાવ સુંદર લાગે છે, અને જો તેમની ફી વિશે વાત કરીએ તો તે 1 એપિસોડ માટે 45 થી 50 હજાર ચાર્જ કરે છે.