ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. તો કોર્ટે મંદિર ટ્રસ્ટ તથા સરકારને આ મામલે માઈક્રો મેનેજમેન્ટ કરવાનું પણ સૂચન આપ્યું છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલ. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં 4 અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એક અરજી મુસ્લિમ યુવકે પણ કરી હતી. આપને જણાવી દઇએ કે, આ રથયાત્રા 23 જૂન મંગળવારે યોજાવાની છે.
નોંધનીય છે કે, કોરોના સંકટને કારણે 18 જૂને, ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રા યોજવા અને સંબંધિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી હતી. આ યાત્રા 23 જૂનના રોજ યોજાવાની હતી જેમાં 10 લાખથી વધુ લોકોના એકઠા થવાની ધારણા હતી. આ પ્રોગ્રામ લગભગ 10 દિવસ ચાલે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આદેશ લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.