કોરોના વાયરસને કારણે દેશમાં દરેક બિઝનેસ ઠપ થઈ ગયું છે. એક વાયરસથી બચવા માટે તમામ આર્થિક પ્રવૃત્તિઓને લાંબા સમય સુધી રોકી દેવામાં આવી હતી. પણ પછી દેશમાં તબક્કાવાર અનલોકની શરૂઆત થઈ અને ઘણી છૂટછાટ મળવા લાગી.
ત્યારે હવે દેશની એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી પણ લાંબા સમય બાદ ફરી શરૂ થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં ટીવી સીરિયલ્સનું શૂટિંગ શરૂ થઈ જવાનું છે.સમાચાર અનુસાર, ટીવી સિરિયલોનું શૂટિંગ 22 જૂનથી શરૂ થશે. અને જુલાઈથી દર્શકોને પોતાના ફેવરિટ ટીવી શોઝના નવા એપિસોડ જોવા મળશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 22 જૂનથી ઝી ટીવીની તમામ સીરિયલોનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં ગુડ્ડન તુમસે ન હો પાયેગા, કુમ કુમ ભાગ્ય, કુંડલી ભાગ્ય, તુઝસે હૈ રાબતા, કુર્બાન જેવા શોના નવા એપિસોડ જોવા મળશે.
પરંતુ કોરોના વચ્ચે શૂટિંગ કરવાની રીત બદલાવા જઈ રહી છે. હવે પ્રેમ વ્યક્ત કરવાની રીત પણ બદલાઇ જશે, વધુ લોકો સાથે શૂટિંગ કરી શકાશે નહીં. સરકારે અનેક માર્ગદર્શિકા બનાવી છે, જે મુજબ હવે 2 ફૂટનું અંતર જરૂરી રહેશે, હેન્ડશેક પર પ્રતિબંધ હશે, સાથે લંચ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સાથે જ સીરિયલમાં લગ્નના સીન પણ જોવા મળશે નહીં. એવામાં હવે શૂટિંગનો અનુભવ અને શોઝની કહાનીમાં ફેરફાર જોવા મળી શકે છે. અત્યાર સુધી લોકડાઉનને કારણે ટીવી જગતના કલાકારો સોશિયલ મીડિયા પર જ પોતાના ફેન્સને એન્ટરટેન કરી રહ્યાં હતા.
હવે તેઓ ફરી નાના પડદે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. છેલ્લા થોડાં મહિનાથી જૂના એપિસોડ્સ જોઈને બોર થઈ ગયેલાં દર્શકો માટે આ સમાચાર કોઈ ખુશખબરીથી ઓછાં નથી