ફાધર્સ ડે આવી રહ્યો છે,ત્યારે આ ફાધર્સ ડે પર તમારા પપ્પા માટે બનાવો કઇક નવું, ટેસ્ટી અને હેલ્ધી તો આ ફાધર્સ ડે પર બનાવો કેલિફોર્નિયા વોલનટ અને મશરુમ બર્ગર તેની સાથે કાકડી અને અખરોટનું સલાડ જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે અને તેમારા પપ્પાને જરૂર પસંદ આવશે.
બર્ગર માટેની સામગ્રીઓ
- 250 ગ્રામ મશરૂમ, સારી રીતે ઝીણા કાપેલા
- 2 ચમચી ઓલિવ ઓઇલ
- 1 x 400 ગ્રામ બ્લેક બિન્સ, સુકાં
- 70 ગ્રામ કેલિફોર્નિયા અખરોટ, ઝીણી સમારેલી
- 1 કપ જીરું પાઉડર
- 1 કપ ધાણા પાઉડર
- 2 લસણની કળી, પીસેલી
- 4 ચમચી બ્રેડ ક્રમ્બ્સ
- મીઠું અને કાળા મરી
- 170 ગ્રામ ગ્રીક યોગહર્ટ
- લીંબુનો રસ
કાકડીના સલાડ માટે
- 150 ગ્રામ કાકડી, પાતળી કાપેલી
- 35 ગ્રામ કેલિફોર્નિયા અખરોટ, શેકેલી અને બરાબર કાપેલા
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી તાજી કાપેલી સુવાની ભાજી
- વોલનટ ઓઇલ
- 4 બન તમારી મનપસંદ કદના
વાનગી બનાવવાની રીત
1. એક મીડિયમ કદના નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ નાંખીને તેમાં મશરૂમ નાંખો. એક ચપટી મીઠું નાંખો અને ત્યાં સુધી મધ્યમ તાપ પર સાંતળો, જ્યાં સુધી તે એકદમ બદામી થઇ જાય.
2. રાંધેલા મશરૂમ્સ, બ્લેક બિન્સ, કેલિફોર્નિયાના અખરોટ, જીરું, ધાણા, લસણની કળીને વાટીને બનાવેલી પેસ્ટ અને બ્રેડક્રમ્સને મિક્સ કરવા માટે બાઉલમાં ઉમેરો. તેન બહુ જ હળવા હાથે મિક્સ કરો અને એક લોટ જેવું તૈયાર કરો, પછી મિશ્રણને ચાર ગોળ પેટીસનો આકાર આપો.
3. બાકી વધેલા દહીં સાથે વધેલી લસણની કળીઓ અને લીંબુનો રસ, મીઠું અને મરી બધું નાંખીને મિક્સ કરો, હવે તેને એક બાજુ મૂકી દો.
4. છેલ્લે અખરોટનું તેલ ઉમેરીને કાકડીના સલાડના ટુકડા ઉમેરો.
5. બાકી વધેલા તેલને ફ્રાઇંગ પેનમાં નાંખો જેનો તમે પહેલાં ઉપયોગ કરી રહ્યાં છો અને બર્ગર પેટિસને બંને બાજુથી 2-3 મિનિટ સુધી ફ્રાય કરો
6. બન્સને થોડું ગરમ કરો અને તેની ઉપર દહીંનું મિશ્રણ ફેલાવો, પછી બર્ગર પર પેટિસ મૂકો, ત્યારબાદ કાકડીના સલાડ સાથે તેને પીરસો.