સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના સંકટ વચ્ચે ઓડિશામાં આગામી 23 તારીખ યોજાનારી જગન્નાથજી મંદિરની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા પર રોક લગાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જગન્નાથપુરીની રથયાત્રાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
કોરોના વાયરસના પ્રકોપને જોતા સુપ્રીમ કોર્ટે પુરી રથ યાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમે કહ્યું કે જનહિત અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષ માટે રથ યાત્રાને મંજુરપી આપી શકીએ તેમ નથી.
ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા શરદ અરવિંદ બોબડેએ સુનાવણી દરમિયાન કહ્યું કે જો અમે આ અંગે મંજૂરી આપીએ છીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. દેશમાં એક ભયંકર મહામારીના પગલે આવું આયોજન થઇ શકે નહીં. લોકોના હિત માટે આ આદેશ જરૂરી છે. ભગવાન જગન્નાથ મંદિરની આ યાત્રા આ વર્ષે 23 જુનના રોજ નીકળવાની હતી.
9 ચાલનારી આ રથ યાત્રામાં દર વર્ષે અંદાજે 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ દરમિયાન હજારોની સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળ તૈનાત રહે છે. કોરોના વાયરસ સંક્રમણના કારણે આ રથ યાત્રા પર રોક લગાવામાં આવી છે, કારણ કે આ રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું શક્ય બની શકત નહીં. આ અગાઉ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓ વગર 23 જૂનના રોજ રથયાત્રા નિકાળવામાં આવશે.
ભુવનેશ્વરના NGO ઓડિશા વિકાસ પરિષદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવામાં આવ્યું હતું કે આ રથયાત્રા યોજાવાથી કોરોના ફેલવાનો ભય વધારે છે. અરજીકર્તાઓનો તર્ક હતો કે જો દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી શકાય છે તો રથયાત્રા પર કેમ નહીં. ઓડિશા સરકારે 30 જૂન સુધી દરેક ધાર્મિક કાર્યક્રમ પર રોક લગાવી છે. એવામાં મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓ વગર રથયાત્રા નિકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.