સુશાંત સિંહની આત્મહત્યાને લઇને મામલો ગરમાયો છે. સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો તેવી વાત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. બીજી તરફ બોલીવૂડમાં સુશાંતને સાઇડલાઇન કરવાની કે કાઢી નાખવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
તો સુશાંત સગાવાદનો ભોગ બન્યો હોવાની વાતો પણ સામે આવી છે આ તમામ બાબતો વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક મોટું નિવેદન આપ્યું હતું.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂતના આપઘાત અંગે તપાસના આદેશ આપવામાં આવે છે.
આ સાથે જ બૉલીવુડમાં આંતિરક દુશ્મનીની તપાસ કરવામાં આવશે તેવી વાત પણ તેમણે ઉચ્ચારી હતી. તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો કે નહીં તેની પણ થશે તપાસ.
સુશાંત સિંહ રાજપૂતનાં અચાનક આ પગલાથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ સુશાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, પરંતુ બીજી તરફ,
તેમની હતાશાના અહેવાલો પણ સતત બહાર આવી રહ્યા છે, પરંતુ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ બધા અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે સુશાંત માનસિક રીતે મજબૂત હતો તેવી વાત કરી હતી.