ઘરેથી કામ કરવા દરમિયાન આરોગ્યપ્રદ નાસ્તો કેવી રીતે બનાવશો,વર્તમાન સ્થિતમાં મોટાભાગના લોકો વધુ ભુખ અનુભવી રહ્યાં છે અને સાથે-સાથે તેમનું પેટ પણ વધી રહ્યું છે તથા તમે ભોજનથી ઘેરાયેલા હોવ છો. તમે ઘરેથી કામ કરી રહ્યાં છો ત્યારે સ્માર્ટ અભિગમ સાથે નાસ્તો કેવી રીતે કરવું તે જાણવું મૂશ્કેલ હોઇ શકે છે.
તમને હંમેશા કંઇક ખાવાની ઇચ્છા રહે છે તેવી સ્થિતિમાં પ્રી-પેક્ડ નાસ્તો સરળ ઉકેલ બની શકે, જે સુગર તથા અન્ય બિનજરૂરી સામગ્રીઓથી ભરપૂર હોય છે. વોલનટ્સ, ડેટ્સ અને ઓટ્સ જેવી પોષણથી ભરપૂર સામગ્રીઓથી બનેલા ગ્રેનોલા બાર તમારી નાસ્તાની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે.
જો તમને આરોગ્યપ્રદ નાસ્તો તૈયાર કરવામાં મૂંજવણ અનુભવાતી હોય તો તેની ચિંતા કરશો નહીં. તમે વિચારો તેનાથી આ વધુ સરળ છે. શેફ સબ્યસાચી ગોરાઇ દ્વારા નીચે મૂજબ ત્રણ સરળ વાનગી અપાઇ છે, જે ઘરે રહીને માત્ર એક કલાકમાં તૈયાર કરી શકાય છે તથા તે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ બની રહે છે.
સ્વીટ એન્ડ સ્પાઇસી કેલિફોર્નિયા વોલનટ્સ બનાવવાની માટે જોઇશે
સામગ્રી
4 કપ કેલિફોર્નિયા વોલનટ્સ, સમારેલા
2 સફેદ ઇંડા
અડધો કપ દળેલી ખાંડ
2-3 ચમચી લાલ મરચું
બનાવવાની રીત
1. ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરો
2. સફેદ ઇંડા સાથે વોલનટ્સને મિશ્રિત કરો
3. લાલ મરચા સાથે ખાંડ ઉમેરો અને તેને વોલનટ્સ અને સફેદ ઇંડા સાથે ભેળવો
4. કુકિંગ ઓઇલ સાથે બેકિંગ શીટ ઉપર વોલનટ્સ પાથરો
5. આશરે 10થી12 મીનીટ્સ અથવા વોલનટ્સ ક્રિસ્પ થાય ત્યાં સુધી બેક કરો. તેને ઠંડા પડવા દો અને મજા માણો