એક બાજુ કોરોના અને બીજુ બાજુ મોંઘવારીનો માર સામાન્ય લોકોનું તો જીવન જાણે કે દુષ્કર બની ગયુ છે. દિવસે ન વધે તેટલી રાત્રે મોંઘવારી કુદકે કે ભુસકે વધી રહી છે. એક પછી જીવન જરૂરી વસ્તુઓમાં મોંઘવારીએ ભરડો લીધો છે ત્યારે હવે આગામી સમયમાં મોંઘવારી રસોડા સુધી પહોંચે તો નવાઈ નહી. ગૃહિણીઓનું બજેટ બગાડી દેશે આ મોંઘવારી.
એક સમાચાર એજન્સીના રીપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ખાવાના તેલની આયાત શુલ્ક વધારવા વિચારી રહી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીન ખુલ્યા પછી આશા હતી કે ફળો અને શાકભાજીની કિંમતો વધી જશે. થોડા સમય પહેલા જ મોદી સરકારે આત્મનિર્ભર ભારતની જાહેરાત કરી છે. સરકારનો ઉદ્દેશ્ય આયાત શુલ્કમાં વધારો કરી દેશમાં તેલના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે.
ભારત હર વર્ષે તેલની આયાત પર જેટલો ખર્ચ કરે છે થોડા વર્ષોથી દેશમાં ખાવાના તેલની આયાત વધી ગઈ છે. કુલ જરૂરીયાતનું ખાવાનું તેલના 70 ટકા આપણે ત્યાં આયાત કરવામાં આવે છે. જેના પર વાર્ષિક 10 અરબ ડૉલરનો ખર્ચ કરવામાં આવે છે.
ભારતમાં કાચા સરસોના તેલ, સોયાબીન તેલ અને સુરજમુખીના તેલ પર 35 ટકા આયાત શુલ્ક લાગે છે. તો રિફાઇન્ડ પર અને પામ ઓ.લ પર 37.5 ટકા આયાત શુલ્ક લાગે છે.