ગૂગલ મેપ હાલના સમયમાં ડ્રાઇવિંગનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ડ્રાઇવિંગ કરતી વખતે, ગૂગલ મેપમાંથી એક મહિલાનો અવાજ આવે છે, જે મુજબ આપણે આપણો રસ્તો પસંદ કરીએ છીએ. હવે કંપની નેવિગેશન સાથે બોલીવુડના સમ્રાટ અમિતાભ બચ્ચનના અવાજને જોડવાની યોજના બનાવી રહી છે.
અહેવાલ છે કે, ખૂબ જ ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન ગુગલ મેપ પર પોતાનો અવાજ આપી શકે છે. હાલમાં ગૂગલ મેપ નેવિગેશનમાં ન્યૂયોર્કના કેરેન જેકબ્સનનો અવાજ સંભળાય છે.ગૂગલ તેના ગૂગલ મેપ માટે અમિતાભ બચ્ચનના અવાજની મદદ લઈ શકે છે. આ અંગે અમિતાભ સાથે વાતચીત ચાલી રહી છે. કંપનીએ અમિતાભનો સંપર્ક પણ કર્યો છે.
અમિતાભ બચ્ચન તેમના દમદાર અવાજ માટે જાણીતા છે. તેનો અવાજ દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા અવાજોમાંનો એક છે. આવી સ્થિતિમાં, અમિતાભનો અવાજ ગૂગલ મેપ નેવિગેશન માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.
હાલમાં અમિતાભ બચ્ચન અને ગુગલ દ્વારા આની કોઈ પુષ્ટિ થઈ નથી. આ મહિનામાં 12 જૂને અમિતાભ બચ્ચનની ‘ગુલબો સીતાબો’ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરના પણ છે.