ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે,ત્યારે વરસતા વરસાદમાં ગરમ-ગરમ દાલવડા ખાવાની મજા આવતી હોય છે,અને અત્યારે કોરોનાને કારણે આપણે બહાર દાલવડા ખાવા એ સેફ નથી તો આવા મોસમમાં ઘરે જ બનાવો
સામગ્રી
- 1 કપ મગની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો)
- 1 કે 2 લીલા મરચા
- અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ
- ચપટી હીંગ
- 1 મોટી ચમચી મરી
- 1 મોટી ચમચી ધાણા
- જરૂર પ્રમાણે પાણી
- સ્વાદાનુસાર નમક
- તળવા માટે તેલ
બનાવવાની રીત
મગની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી.
દાળ પલળી જાય પછી ગ્રાઈન્ડરમાં નાંખીને દાળને પીસી નાંખો. તેમાં સમારેલા મરચા, આદુ, હીંગ નાંખી મિક્સ કરો. વધુ પાણી ઉમેરી ફરી તેને મુલાયમ પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો. જરૂર પડે તો વધારે પાણી ઉમેરો.
ધાણા અને મરીને સીધા ખીરામાં ઉમેરવાને બદલે અધકચરા ક્રશ કરીને અથવા તો ખલમાં વાટીને નાંખો. આમ કરવાથી ફ્લેવર વધુ સારી આવશે. ત્યાર પછી ખીરામાં મીઠુ ઉમેરી થોડી મિનિટ સુધી ખીરુ બરાબર હલાવો.
દાળવડા તળવા માટે એક કડાઈ કે પેનમાં તેલ લઈને ગરમ કરો. તેમાં ચમચીમાં આવે તેટલુ ખીરુ લઈને એક પછી એક ખીરામાં નાંખતા જાવ અને તે સહેજ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળો. દાળવડા સોનેરી રંગના થાય એટલે તેને કાઢી લો. ગરમાગરમ દાળવડા લીલી ચટણી, આમલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.