ઘણા લોકો પાસપોર્ટ વિશે જાણતા હોવા છતાં, છતા પણ તમને જણાવીએ કે તે કોઈ પણ દેશની સરકાર દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ છે જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કોઈપણ વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે.તેના વિના, કોઈ પણ વ્યક્તિ બીજા દેશમાં જઈને રહી શકે નહીં. આવું કરવું ગેરકાયદેસર છે અને આ માટે સખત સજા ભોગવવી પડી શકે છે.
જોકે દરેક દેશનો પોતાનો પાસપોર્ટ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આખા વિશ્વમાં ફક્ત ચાર કલર પાસપોર્ટના છે, જેનો ઉપયોગ થાય છે. આ રંગ લાલ, લીલો, વાદળી અને કાળો હોય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે દરેક રંગનો અર્થ કંઈક ખાસ અને અલગ હોય છે.
લાલ પાસપોર્ટ
મોટાભાગના યુરોપિયન દેશો લાલ રંગના પાસપોર્ટનો ઉપયોગ કરે છે. આમાં રશિયા, ફ્રાંસ, પોલેન્ડ, નેધરલેન્ડ, રોમાનિયા અને જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે. આ સિવાય ચીનમાં ફક્ત લાલ રંગના પાસપોર્ટ જ આપવામાં આવે છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે મોટાભાગના દેશોમાં જ્યાં સામ્યવાદી ઇતિહાસ છે અથવા જ્યાં હજી સામ્યવાદી વ્યવસ્થા છે એવા દેશોમાં ફક્ત લાલ રંગના પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
લીલા રંગનો પાસપોર્ટ
ખાસ કરીને ઇસ્લામી દેશોમાં જ લીલા રંગનો પાસપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, સાઉદી અરબ અને મોરક્કો જેવા દેશમાં સામેલ છે. ખરેખર ઇસ્લામ ધર્મમાં લીલા રંગને પવિત્ર માનવામાં આવે છે. જેથી આ દેશોમાં આ રંગનો પાસપોર્ટ બહાર પાડવામાં આવલે છે તે સિવાય કેટલાક આફ્રીકી દેશ પણ એવા છે. જ્યાં સરકાર દ્રારા નાગરિકો માટે લીલા રંગનો પાસપોર્ટ બહાર પાડવામાં આવે છે. તેમા બુર્કિના ફાસો, નાઇજિરિયા, નાઇજર અને આઇવરી કોસ્ટ જેવા દેશ સામેલ છે. ખરેખર આ દેશમાં લીલા રંગને પ્રકૃતિ અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે.
વાદળી રંગનો પાસપોર્ટ
વાદળી રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય તેને ‘નવી દુનિયા’નું પ્રતીક પણ માનવામાં આવે છે. આથી વાદળી પાસપોર્ટનો ઉપયોગ ભારત સહિત ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં થાય છે. આ સિવાય અફઘાનિસ્તાન અને ફીજી જેવા દેશોના પાસપોર્ટ પણ આછા વાદળી છે. તમે જાણતા ન હોવ, પરંતુ ભારતમાં નાગરિકોના પાસપોર્ટનો રંગ વાદળી હોય છે જ્યારે રાજદૂતના પાસપોર્ટનો રંગ લાલ હોય છે અને કેટલાક સરકારના પ્રતિનિધિઓના પાસપોર્ટનો રંગ સફેદ હોય છે.
કાળા રંગનો પાસપોર્ટ
કાળા રંગનો પાસપોર્ટ ખાસ કરીને આફ્રીકી દેશો જેવો જાંબિયા, બોત્સવાના, બુરુંડી, અંગોલા, ગૈબન, કાંગો, મલાવીનો પાસપોર્ટ કાળા રંગનો હોય છે. તે સિવાય ન્યુઝીલેન્ડના નાગરિકો પાસે પણ કાળા રંગનો પાસપોર્ટ હોય છે. કારણકે અહીંનો રાષ્ટ્રીય રંગ જ કાળો છો.