દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે લૉકડાઉનમાં પણ હવે છૂટ અપાઇ છે. 1 જૂનથી તમિલનાડુમાં સરકારે સલૂન અને બ્યુટિ પાર્લર ખોલવાની છૂટ આપી દીધી છે. તમિલનાડુ સરકારે સલૂન તથા બ્યૂટિ પાર્લર માટે SOP જાહેર કરી દીધી છે.
આ SOPમાં કહેવામાં આવ્યુ છે કે જો તમારે વાળ કપાવવા હશે તો આધારકાર્ડ બતાવવું પડશે અને સલૂનના માલિકે નામ એડ્રેસ અને આધારકાર્ડ નંબર નોંધવાનો રહેશે. જો કોઇ વ્યક્તિ આધારકાર્ડ વગર વાળ કપાવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લોકોનું કહેવું છે કે 2 મહિના બાદ સલૂન ખૂલવાને કારણે અમે ખૂબ ખુશ છીએ. પહેલા સરકારે માત્ર ગ્રામિણ વિસ્તારમાં છૂટ આપી હતી હવે સમગ્ર રાજ્યમાં છૂટ આપી દીધી છે.
હવે જ્યારે લૉકડાઉનમાં છૂટછાટ અપાઇ જ છે ત્યારે લોકોએ પણ પોતાની સલામતી જાતે જ જોવી પડશે. કોરોનાને પણ આપણી સાથે છૂટછાટ મળી છે તેનુ ધ્યાન રાખીને ચાલવુ પડશે.