કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયા અને દેશ લાંબા સમય સુધી બંધ રહ્યો. હવે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પ્રશ્ન મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે છે કે, ક્યારે ફરીથી શૂટિંગ શરૂ થશે. ફિલ્મો જે પહેલેથી જ બનેલી છે તે થિયેટરમાં રિલીઝ થશે કે નહી ? આવા ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ હજૂ નથી મળ્યા.
30 જૂન સુધી સિનેમાઘર બંધ રાખવાનો નિર્ણય હતો. હવે સિનેમાઘર ખોલવાની પરમિશન મળી શકે છે. જો થિયેટર ખૂલશે તો કર્મચારીઓ માટે કેટલાક રુલ્સ બનાવવામાં આવશે. મલ્ટીપ્લેક્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાએ સરકાર પાસે થિયેટરને ખોલવાની પરમિશન માંગી છે.
જયુપરમાં એક મલ્ટીપ્લેક્સ ચેઇન ચલાવનાર અભિમન્યુ બંસલે જણાવ્યુ કે, એકવાર સરકાર થિયેટર ખોલવાની મંજૂરી આપે તો આશા છે કે 15 થી 30 જૂનની વચ્ચે ખુલશે. સાથે જ અલગ નિયમો પણ બનાવવામાં આવશે.
સાથે જ તેમણે જણાવ્યુ કે, જો થિયેટર શરૂ થશે તો માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા ફરજીયાત હશે. શરૂઆતમાં માત્ર 50 ટકા લોકોને જ થિયેટરમાં બેસવાની મંજૂરી અપાશે. જો મલ્ટીપ્લેક્સ શરૂ થયા તો અક્ષય કુમાર અને કેટરીના અભિનીત ફિલ્મ ‘સુર્યવંશી’ સૌથી પહેલા રિલીઝ થશે.