કોરોના મહામારીને રોકવા માટેની વેક્સિનની શોધ હાલ દુનિયાભરમાં ચાલી રહી છે ત્યારે કોરોના સંકટ વચ્ચે ગુજરાત માટે એક આશાનું કિરણ જાગ્યું છે. કોરોનાને નાથવા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરને મહત્વની કડી મળી છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, GBRCને કોવિડ-19 વાયરસના જનીન સિકવન્સ મળી આવ્યાં છે. કોરોનાના 100 જેટલા જનીન સિકવન્સ મળતા એક આશાનું કિરણ જાગ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ ટ્વીટ કરીને માહિતી આપી છે.
રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે જિનોમ સિકવન્સિંગથી કોરોનાની દવા કે રસી શોધવામાં મદદ મળી શકે છે. આ સાથે જ રૂપાણીએ કહ્યું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર પર ગર્વ છે.
કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતને કોરોના સામે મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારની બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધી લીધું છે. અને તેનું જીનોમ સિકવન્સ શોધી લેવાયું છે. કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધળી સરળ બની રહેશે.