કેરીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જતુ હતું હોય છે,અને તેમા પણ ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે.
સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે. કદાચ એટલે જ તેને ફળોનો રાજા કહેવાય છે. વિટામીન, મિનરલ્સ, આયર્ન અને પ્રોટીનથી ભરપુર હોવાના કારણે કેરીનું સેવન ડાયાબિટીસથી લઇને કેન્સર જેવી બિમારીઓને દુર રાખવામાં મદદ કરે છે.
આજે તમને કેરી ખાવાના કેટલાક એવા ફાયદા જણાવીએ જેને જાણાયા બાદ તમે તેનુ સેવન કર્યા વગર નહી રહી શકો.આમ તો તમે કેરી સમારીને ખાવ તે વધુ ઉત્તમ છે, પરંતુ કેરીની ચટણી, આમપન્ના, આમરસ અને મેંગો સ્કવોશ પણ બનાવી શકાય છે. કેરીમાંથી બનેલી ડિશનું સેવન પણ આરોગ્ય માટે એટલુ જ ફાયદાકારક છે.
એન્ટીઓક્સિડન્ટની સાથે એક કપ કેરીમાં 99 કેલરી અને 0.6 ગ્રામ ફેટ હોય છે. આ ઉપરાંત તેમાં 1 ટકા કોલેસ્ટ્રોલ, 1.7 મિલિગ્રામ સોડિયમ, 277.2 મિલિગ્રામ પોટેશિયમ, 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2.6 ગ્રામ ડાયેટરી ફાઇબર, 23 ગ્રામ શુગર, 1.4 ગ્રામ પ્રોટીન, 35 ટકા વિટામીન એ, 20 ટકા કોપર, 18 ટકા ફોલેટ, 9.7 ટકા વિટામીન ઇ, 6.5 ટકા વિટામીન બી5, 6 ટકા વિટામીન કે, 100 ટકા વિટામીન સી, 10 ટકા વિટામીન બી-6, 1 ટકા કેલ્શિયમ, 1 ટકા આયરન અને 4 ટકા મેગ્નેશિયમ હોય છે.
વિટામીન એથી ભરપુર હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની સુધરે છે. એક કપ કેરીના રસમાં વિટામીન એનો 25 ટકા ભાગ આપણા શરીરને મળે છે. તેનાથી આંખોની રોશની તેજ થાય છે.જે લોકો એનિમિયા ગ્રસ્ત છે તેમના માટે કેરી બહેતર ઓપ્શન છે. તેમાં ભરપુર માત્રામાં આયરન હોય છે. તેનાથી શરીરમાં લોહીની કમી પુરી થાય છે.
જે લોકો વજન વધારવા ઇચ્છતા હોય તેમણે કેરીને પોતાના ડાયેટનો ભાગ બનાવવી જોઇએ. 150 ગ્રામ કેરીમાં 86 કેલરી હોય છે. જે નેચરલ રીતે વજન વધારવામાં મદદ કરે છે. ન્ટીઓક્સિડન્ટથી ભરપુર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો.ફાઇબરથી ભરપુર હોવાના લીધે તમે પેટના રોગોમાંથી પણ બચી શકો છો.