25 મે એટલે સોમવારથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ થવાની છે. જોકે તે પહેલાની જેમ નહીં શરૂ થાય. ત્યારે તેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વની જાહેરાત કરી છે. તેમણે તમામ એરલાઈન્સ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. દિલ્હી-મુંબઇ રૂટના ટિકિટ દર નક્કી કરાયા છે.
જોકે હાલ કોરોનાની મહામારીને લઈને એરપોર્ટ પર કરવામાં આવતું ફિઝીકલ ચેકિંગ નહીં થાય, આરોગ્ય સેતુ એપ જરૂરી છે અને સાથે જ એક-તૃતિયાંશ સાથે જ સંચાલન શરૂ કરવામાં આવશે. ધીરે ધીરે તમામ વસ્તુ પાટા પર લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, તમામ લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઉડાનો ભરવાનું નક્કી કરાયું છે. ગર્મીઓના કારણે 2020માં અનેક કંપનીઓને કોરોનાને કારણે ભારે નુકસાન ગયું છે ત્યારે હવે તેઓ મનફાવે તમે ભાવ ન લે તેને પણ સરકારે કાળજી રાખી છે.
કેટલા કિલોમીટરનું અંતર છે તેના પર ફેર નક્કી કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. જેમાં દિલ્હીથી મુંબઈનું ભાડુ ઓછામાં ઓછું 3500 અને વધારેમાં વધારે 10,000 નક્કી કરવામાં આવ્યું છે, જે 90 મિનિટથી 120 મિનિટની કેટેગરીમાં આવે છે. આ તમામ રૂટને સાત સેક્શનમાં વહેંચવામાં આવ્યા છે.
આ સિવાય 40 ટકા સીટો અડધાથી ઓછા ભાવમાં બુકિંગ કરવામાં આવશે. તેનું ઉદાહરણ સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે મિનિમમ અને મેક્સિમમ ભાડા વચ્ચે પોઇન્ટથી ઓછા પર 40 ટકા બુક થશે.