કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરી રહી છે. મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ અંગેની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને સારા ઇલાજ માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીનો મફત ઇલાજની ગેરેંટી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ લખ્યું, કે આ દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઇ છે. બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં આટલા લોકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. હું બધા લાભાર્થીઓ અને તેના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. હું તેમના સારા સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરુ છું.
પીએમ મોદીએ જણાવ્યું કે હું આપણા ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્યમાન ભારત સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરુ છું. તેમના પ્રયાસોના કારણે આ દુનિયાનું સૌથી મોટો આરોગ્ય સેવા કાર્યક્રમ બની ગયો છે. આ યોજનામાં કેટલાંક ભારતીય, વિશેષ રીતે ગરીબો અને દલિતોનો વિશ્વાસ જીત્યો છે.
પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે આયુષ્માન ભારતનું સૌથી મોટું લાભ પોર્ટેબિલિટી છે. લાભાર્થીઓ ન માત્ર જ્યાં તેઓ રજીસ્ટર્ડ છે, પરંતુ ભારતના અન્ય ભાગમાં પણ સારી અને સસ્તી તબીબી સંભાળ પ્રાપ્ત કરી શકે છે. આ એવા લોકોની મદદ કરે છે જેઓ ઘરથી દૂર કામ કરી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે હું મારા પ્રવાસ દરમિયાન આ યોજનાના લાભ મેળવનારા લોકો સાથે વાતચીત કરીશ. પીએમ મોદીએ ટ્વિરના માધ્યમથી કહ્યું કે હું મારી સત્તાવાર યાત્રા દરમિયાન હું આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશ.