ધમણ-1 વેન્ટિલેટરને લઈને કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા ત્યારે રાજ્ય સરકારે આ મામલે સ્પષ્ટતા કરી હતી જે મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ધમણ-1 મામલે ચોખવટ કરી હતી.
ધમણ મામલે છેલ્લા કેટલાક દિવસોથી સવાલ ઉઠી રહ્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને મોટો ખુલાસો કર્યો હતો કે રાજકોટની કંપનીએ 866 વેન્ટિલેટર આપ્યા છે તેનો પરફોમન્સ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
ધમણ 1થી ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. મહામારીના સમયમાં મદદરૂપ થવા માટે 18 એપ્રિલના રોજ પ્રથમ 10 વેન્ટિલેટર આપ્યા હતા. જ્યારે 866 વેન્ટિલેટર વિનામૂલ્યે પુરા પાડવામાં આવ્યા છે.
ધમણ 1ને ઉપયોગમાં લેવા માટે DCGIના લાયસન્સની કોઇ જરૂરિયાત નથી. અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતુ કે, ધમણ-1ના પર્ફોર્મન્સ ટ્રાયલની વાત વારંવાર કરવામાં આવે છે, હકીકતમાં આવી કોઈ ટ્રાયલ હોતી જ નથી.
દવાઓ, રસી કે ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ધમણ-૧ દવા કે ઔષધિ નથી, વેન્ટિલેટર છે જેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી.