લૉકડાઉન 4 લાગૂ થતાંની સાથે જ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે મોદી સરકારે નોકરિયાતોના પગારને લઈને મોટો નિર્ણય લીધો છે. અગાઉ કંપનીઓએ પૂરા પગાર આપવાની જાહેરાત કરી હતી પણ સાથે જ હવે મોદી સરકારે નિયમમાં બદલાવ કર્યો છે. નિયમના આધારે કંપનીઓ હવે કર્મચારીઓને પૂરો પગાર આપવા બંધાયેલી નથી. જેનાથી કર્મચારીઓને ઝટકો લાગ્યો છે.
મોદી સરકારે લૉકડાઉનના કર્મચારીઓને વેતન આપવાનો પોતાનો જૂનો નિર્દેશ પાછો લઈ લીધો છે. હવે કંપનીઓ આ માટે બંધાયેલી નથી કે લૉકડાઉનના સમયની કર્મચારીઓને પૂરી સેલેરી આપે. કેન્દ્ર સરકારે અગાઉ જાહેર કરેલા તમામ નિયમોમાં કંપનીઓ અને કર્મચારીઓને કહ્યું કે કંપનીઓ બંધ થવાની સ્થિતિમાં તેઓએ કર્મચારીઓને પૂરો પગાર આપવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે ગૃહસચિવ અજય ભલ્લાએ લૉકડાઉન લગાવ્યું ત્યારથી થોડા દિવસ બાદ 29 માર્ચે જાહેર કરેલા દિશા નિર્દેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કંપનીઓ અને અન્ય એમ્પ્લોયરોને કહ્યું હતું કે, ઓફિસ બંધ હોય તો પણ તે મહિનાનો પૂરો થવા પર કોઈ પણ કપાત વિના તમામ કર્મચારીઓને સંપૂર્ણ પગાર આપે.
દેશભરમાં 25 માર્ચથી લૉકડાઉન લાગૂ છે. 18મેથી લૉકડાઉન 4 શરૂ થયું છે. ગૃહમંત્રાલયે જાહેર કર્યું કે જે મકાન માલિકો ભાડા માટે પ્રવાસી કામદારો પર દબાણ કરી રહ્યા છે અથવા મકાન ખાલી કરવા કહી રહ્યા છે તે મકાન માલિકોની વિરુદ્ધ કાર્યવાહી કરાશે