લૉકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લર નહીં શરૂ થાય પરંતુ સલૂન કર્મીને પોતાના ઘરે બોલાવીને હેર કટિંગ કરી શકશે. બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરીને છૂટછાટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, લૉકડાઉન 4.0માં રાજ્યમાં હેર સલૂન અને બ્યુટી પાર્લર નહીં ખુલે. કારણ કે હેર સલૂનમાં ભીડ એકઠી થાય છે અને તેના કારણે હેર સલૂન, બ્યુટી પાર્લરમાં કોરોના વધુ સંક્રમણ ફેલાવાની સંભાવના રહે છે.
જેથી હેર સલૂન અને બ્યુટી પાર્લર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, લોકો હેર સલૂન કર્મીને પોતાના ઘરે બોલાવીને હેર કટિંગ કરી શકશે. જોકે તે અંગે કેટલાક નિયમોનું તેમને પાલન કરવાનું રહેશે.