ટિવ્ટર એવી કંપનીઓમાંથી એક છે જેણે કોરોના વાયરસની શરૂઆતથી જ પોતાના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું કહ્યું હતું. રિપોર્ટ મુજબ હવે કંપનીના CEO જૈક ડોર્સીએ પોતાના કર્મચારીઓને કહ્યું છે કે, તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ઘરેથી કામ કરી શકે છે.
એક અહેવાલ મુજબ, ટિવ્ટર ના પ્રવક્તાએ કહ્યું, જો અમારા કર્મચારીઓની ભૂમિકા અને એવી પરિસ્થિતિમાં હોય કે, તેઓ હંમેશાં ઘરેથી કામ કરવા માંગતા હોય તો તેમને કરવા માટે છૂટ આપવામાં આવી છે.ટિવ્ટર એ તેમ પણ કહ્યું છે કે, જો કર્મચારીઓ ઓફિસમાં આવીને કામ કરવા માંગતા હોય તો તેમના માટે પણ આ એક વિકલ્પ છે.
કર્મચારીઓ સાવચેતી સાથે અવર-જવર કરી શકે છે. ઓફિસ ખોલવી તે કંપનીનો નિર્ણય હશે, જ્યારે આ નિર્ણય કર્મચારીઓ પર રહેશે કે, તેઓ ક્યારે ઓફિસમાં પાછા ફરવા માંગે છે કે નહી.
કંપનીના જણાવ્યા મુજબ, કેટલાક અપવાદો સાથે ઓફિસો સપ્ટેમ્બર પહેલાં શરૂ નહીં થાય. ઓફિસ ખુલ્યા પછી પણ પરિસ્થિતિ પહેલા જેવી રહેશે નહીં અને લોકોને હવે જાગૃત રહેવું પડશે. ટિવ્ટર એ જણાવ્યું છે કે, 2020 માં કોઈ ફીઝીકલ ઈવેન્ટો યોજાશે નહીં.
સપ્ટેમ્બર સુધીમાં કેટલાક અપવાદોને બાદ કરતા કંપનીએ પોતાના કર્મચારીઓ પર ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ પર પણ બેન લગાવ્યો છે. ટિવ્ટર ના સીઈઓ જેક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે સૌથી વધુ દાન આપ્યું છે. તેમણે પોતાની નેટવર્થ – કુલ સંપત્તિના આશરે 25% દાન આપવાની જાહેરાત કરી છે.