ભારતીય રેલવેએ 30 જુન સુધીની તમામ બુક થયેલી ટિકિટ રદ્દ કરી દીધી છે. રદ્દ કરવામાં આવેલી ટિકિટના રુપિયા રિફંડ કરી દેવામાં આવશે. જોકે રેલવે વિભાગનું કહેવું છે કે શ્રમિક ટ્રેન અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. લોકડાઉન શરુ થયુ ત્યારથી જ ભારતમાં ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી.
ભારતીય રેલવેએ 25 માર્ચ બાદથી 30 જૂન સુધી પ્રવાસ માટે બુક કરાવવામાં આવેલી તમામ ટિકિટોને રદ કરી મુસાફરોને 100 ટકા રીફંડ આપવાની જાહેરાત કરી છે. જો કે આ નિર્ણય સામાન્ય ટ્રેનોના બુકિંગ પર જ લાગુ થશે અને શ્રમિક ટ્રેનોને કોઈ અસર નહીં થાય અને તે રાબેતા મુજબ જ દોડશે.
1 મેથી શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે તેમજ 12 મેથી વિશેષ ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે તે આ નિર્ણયમાંથી બાકાત રહેશે અને તેનું સંચાલન યથાવત્ રહેશે તેમ રેલવેએ જણાવ્યું હતું. ભારતીય રેલવેએ લોકડાઉન શરૂ થયું ત્યારબાદ બૂક કરાવાયેલી ટિકિટો જે 30 જૂન સુધી મુસાફરી માટે વેલિડ હોય તે તમામ રદ થશે.
રેલવેની આ જાહેરાતનો સામાન્ય અર્થ એ પણ થઈ શકે છે કે 30 જૂન સુધી રેલવેની સામાન્ય સેવાઓ શરૂ થઈ શકશે નહીં.