હાલમાં આખો દેશ કોરોના મહામારીથી લડી રહ્યો છે અને લોકડાઉનનું પાલન કરતાં ઘરમાં છે. ત્યારે અમુક લોકો પાસે ખાવાના પૈસા નથી તો અમુક લોકો પાસે કામ ન મળવાના કારણે કંગાળ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સધ્ધર લોકો પોતાની રીતે આગળ આવ્યા અને આવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે. એ જ રીતે હવે ઉર્વશી રૌતેલાએ પણ પોતાનો ફાળો આપ્યો છે અને પૈસાનું દાન કર્યું છે.
ઉર્વશીએ કોરોના સામેની લડતમાં 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેણે લોકડાઉન દરમિયાન ડાન્સ કરીને કોરોના સાથેની લડત માટે આ રકમ ઉભી કરી છે. આ વખતે ઉર્વશીએ જે મહત્વનું કામ કર્યું તેનાથી તેના ફેન્સ મોજમાં આવી ગયા છે. ઉર્વશીએ આ રકમ ડાન્સ ક્લાસ દ્વારા ઉભી કરી હતી અને આ દાન કરેલી રકમ ટિક ટોકથી થયેલી ઉર્વશીની કમાણીનો એક ભાગ છે.
ઉર્વશીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે તે વર્ચુઅલ ડાન્સ માસ્ટરક્લાસનું આયોજન કરવા જઈ રહી છે. જે દરેક માટે મફત છે. જે કોઈપણ ડાન્સ વર્કઆઉટ અથવા વજન ઘટાડવા માંગે છે, તે લોકો ટિક ટોક પર તેને ફોલો. દરેક વ્યુને કાઉન્ટ કરવાની પણ જાણકારી આપી હતી.
તેની આ પોસ્ટ બાદ એવું થયું કે ઉર્વશીના આ ડાન્સ ક્લાસમાં લગભગ 18 કરોડ લોકોએ ભાગ લીધો હતો અને તેમણે ઉર્વશીને 5 કરોડ રૂપિયાની કમાણી કરાવી દીધી હતી. જે તેણે કોરોનાને દાનમાં આપી છે.
ઉર્વશીએ કહ્યું, હું આપ સૌનો આભારી છું. માત્ર અભિનેતા, રાજકારણીઓ, સંગીતકારો, વ્યાવસાયિક રમતવીરો જ નહીં પરંતુ સામાન્ય લોકોનો પણ આભાર માનું છું. કારણ કે આપણે બધાએ સાથે રહેવાની જરૂર છે અને આપણે બધાને એક બીજાના સપોર્ટની જરૂર છે.