ગઇકાલે મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન 4 વિશે જણાવતા કહ્યું કે નવા રંગ રૂપ સાથે લોકડાઉન 4 લવવામાં આવશે,ત્યારે તેની વચ્ચે લોકડાઉન-4ને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. થંભી ગયેલા ST બસના પૈડાનો ધમધમાટ એકવાર ફરી શરૂ કરવામાં આવશે. જો કે અમુક શરતોને આધીન ST બસો દોડાવવામાં આવશે જેમાં રેડઝોનમાં બસ નહીં જઈ શકે.
ગુજરાતમાં લોકડાઉન -4ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રોકાઈ ગયેલા ST બસના પૈડાને ફરી ગતિમાન કરવામાં આવશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ST બસ શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર ફરીથી શરૂ થશે. જો કે ST બસ રેડઝોનમાં શરૂ નહીં કરવામાં આવે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ શરૂ કરવામાં આવશે. ગ્રીન ઝોન વચ્ચે બેરોકટોક મુસાફરી કરી શકાશે પણ ઓરેન્જમાંથી ગ્રીનમાં ST બસમાં નહીં જઈ શકાય.
- ઓરેન્જ-ગ્રીન ઝોન જિલ્લામાં શરૂ થશે ST બસ સેવા
- એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ શરૂ થશે
- ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં નહીં ચાલે ST બસ
- એક ગ્રીનમાંથી અન્ય ગ્રીન ઝોનમાં જ STને મળશે છૂટ
- 2 ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન હશે તો નહીં ચાલે બસ