આગામી 15 મે સુધી અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મુક્યો હતો. જો કે, 15 મેથી અમદાવાદમાં સંપૂર્ણપણે લૉકડાઉન હટાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને ફરી એક વખત શરતોની સાથે આંશિક છૂટછાટ આપવાની જાહેરાત કરાઈ છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે નાગરિકોને જીવન જરૂરી સામગ્રીના વેચાણ માટે આગામી 15 મે બાદ શરતી મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે અને દર્દીઓની સંખ્યા 5 હજારને પાર પહોંચી છે.
અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની પાંચમી બેઠક આજરોજ સાબરમતી રીવર ફ્રન્ટ હાઉસ ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે યોજાઈ હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી મુકેશ કુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાના અંતે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા.