ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક ૮૫૪૨ જ્યારે તેનાથી થયેલા મૃત્યુનો આંક ૫૧૩ થઇ ગયો છે. હાલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક ૮ હજારને પાર થયેલો છે. જોકે, આ બંને રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર અડધા કરતાં પણ ઓછો છે. મહારાષ્ટ્રમાં ૨૨૧૭૧ કેસ-૮૩૨ મૃત્યુ સાથે મૃત્યુદર૩.૭૫%, તામિલનાડુમાં ૮૦૦૨ કેસ-૫૩ મૃત્યુ સાથે મૃત્યુદર ૦.૬૬% જ્યારે ગુજરાતમાં મૃત્યુદર ૬.૦૧% છે.
ભારતમાં કુલ એવા ૧૧ રાજ્યો છે જ્યાં કોરોના કુલ કેસનો આંક ૧ હજારને પાર થયેલો છે. જે રાજ્યોમાં ૧ હજારથી વધુ કેસ હોય તેમાં પશ્ચિમ બંગાળ ૯.૧૧% સાથે સૌથી વધુ મૃત્યુદર ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં ૨૦૬૩ કેસ સામે ૧૯૦ના મૃત્યુ થયા છે અને ત્યાંનો મૃત્યુદર ૯.૧૧% છે. સૌથી વધુ મૃત્યુદરમાં પંજાબ ૮.૯૫% સાથે બીજા સ્થાને છે જ્યાં ૧૮૭૭ કેસ સામે ૩૧ના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાં કુલ ૮૫૪૨ કેસ સામે ૫૧૩ મૃત્યુ થયા હોવાથી મૃત્યુદર ૬.૦૧% છે. ૧ હજારથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં વધુ મૃત્યુદર મામલે ગુજરાત ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં આ સ્થિતિ પ્રમાણે કહી શકાય કે ૧૦ લાખની વસતીએ સરેરાશ ૧૨૬ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસનું પ્રમાણ ૬૧.૪૫% છે. ગુજરાત માટે રાહતની વાત ‘રિક્વરી રેટ’ છે. હાલમાં ગુજરાતનો રિક્વરી રેટ ૩૨.૫૫ ટકા છે. જેનો મતલબ છે કે કોરોના ધરાવતી ૧૦૦માંથી ૩૩ વ્યક્તિ સાજી થઇ ગઇ છે.
૪ થી ૧૦ મે દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસનો દૈનિક વૃદ્ધિ દર ૬ ટકા નોંધાયો છે.ગુજરાતમાં અત્યારસુધી કુલ ૧,૧૬,૪૭૧ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, સરેરાશ ૧૦ લાખની વસતીએ ૧૭૧૪ વ્યક્તિના કોરોના ટેસ્ટ કરાયા છે તેમ કહી શકાય.ભારતમાં કોરોનાથી જે કુલ મૃત્યુ નોંધાયા છે તેમાં ગુજરાતનું પ્રમાણ ૨૩.૫૦% છે.