દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કોરોનાને મોટુ સંકટ બતાવી કહ્યું કે આમાં તક પણ છુપાયેલી છે. રતન ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પોસ્ટમાં આ વાત કહી છે. રતન ટાટાએ પોસ્ટમાં લખ્યું કે કોરોનાનું આ સંકટ ઉદ્યોગ જગતને નવી ટેક્નોલોજી અને નવી વસ્તુઓનું સર્જન કરવા માટે પ્રેરિત કરશે.
રતન ટાટાએ લખ્યું કે,‘મને આશા છે કે કંપનીઓ હવે સારી રીતે સંચાલિત થશે અને પહેલા કરતા પણ વધુ સારી રીતે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવશે. પહેલા પણ મુશ્કેલ સમયમાં ઉદ્યોગપતિઓએ દૂરદર્શિતા દાખવી હતી અને એવી વસ્તુઓ તૈયાર કરી હતી જેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું. હાલના સમયમાં એવા પ્રોડક્ટ ખૂબ જ મહત્વના છે અને આજે નવી ટેક્નોલોજીના નામે ઓળખાય છે.
આ સાથે રતન ટાટાએ એમ પણ કહ્યું કે કંપનીઓ સામે કોરોનાનું સંકટ સામાન્ય નથી આ મુશ્કેલ સમય છે. પરંતુ ભવિષ્યમાં પ્રયોગને લઈ તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. આંત્રપ્રેન્યોર્સ તરફથી આજના સમયમાં જે આવિષ્કાર કરવામાં આવશે.
તે ભવિષ્યમાં એક બેંચમાર્ક સાબિત થશે. આ સંકટ ઉદ્યોગોને નવી વસ્તુઓ અને આવિષ્કારો માટે પ્રેરિત કરશે. રતન ટાટાની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.