કોરોના વાયરસની હાજરીને હવે દુનિયામાં ઘણા દિવસો થઇ ગયા છે. WHO અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ રોગની એકમાત્ર સારવાર એવા સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનને દુનિયાના અલગ અલગ દેશોએ અમલમાં મુક્યું છે. જો કે જર્મનીમાં આ લોકડાઉન વહેલું ખોલી દેતા ત્યાં ફરીથી કેસમાં વધારો નોંધાતા ફરી એકવાર જર્મનીને લોકડાઉનની સ્થિતિમાં મૂકી દેવું પડ્યું છે.
જર્મનીમાં ઘણા શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ આપતા સાથે જ ફરીથી કોરોના કેસમાં ઉછાળો નોંધાતા સરકારે ફરીથી લોકડાઉન જાહેર કરી દેવું પડ્યું છે. જર્મનીના રાજ્યોએ નક્કી કર્યું છે કે જો 7 દિવસમાં પ્રતિ એક લાખ વ્યક્તિ 50થી વધુ કેસીસ નોંધાશે તો ફરીથી લોકડાઉન અમલ કરવામાં આવશે. અત્યાર સુધી 3 રાજ્યોમાં આ સીમા કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે.
પોઝિટિવ કેસમાં વધારાની સાથે જ જે તે શહેરોમાં રેસ્ટોરન્ટ, ટુરિસ્ટ સ્પોટ, ફિટનેસ સ્ટુડિયો વગેરે ફરી ખોલવાના નિર્ણયને સ્થગિત કરી દેવાયો છે. જર્મનીમાં 16 રાજ્યો છે અને સૌને પોતાની રીતે લોકડાઉનના નિયમો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જર્મનીના રાજ્યો સહમત થઇ ગયા છે કે જો 7 દિવસમાં પ્રતિ એક લાખ વ્યક્તિ 50થી વધુ કેસીસ નોંધાશે તો ફરીથી લોકડાઉન અમલ કરવામાં આવશે. નોંધનીય છે કે જર્મનીના રાજ્ય નોર્થ રિને વેસ્ટફલિયાના એક માંસ સપ્લાય કરતા સેન્ટરમાં એકસાથે 150 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો હતો જેને જોતા સરકારે તમામ મીટ પ્રોસેસિંગ પ્લાન્ટના સ્ટાફનું કોરોના ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે.
જર્મનીમાં અત્યાર સુધી 1 લાખ 70 હજાર લોકો સંક્રમિત થઇ ચુક્યા છે જે પૈકી 7500થી વધુ લોકોના મોત થયા છે.