કોરોનાએ વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. વિશ્વને કોરોનાનો ડંખ દેનાર ડ્રેગન ચીન અંતરિક્ષમાં પોતાને સુપર શક્તિશાળી બનાવવામાં લાગ્યુ છે. તે પોતાના આ પ્રોજેક્ટને દુનિયા કોરોનામાંથી બહાર આવે તે પહેલા જ સફળ બનાવવા માંગતું હોય તેમ ઝડપી કામ કરી રહ્યું છે.
સેન્ટ્રલ મિલેટ્રી કમિશનના વેનચાંગ સ્પેસ લોન્ચ સેન્ટરથી સફળતાપૂર્વક અવકાશમાં મોકલાયેલી ચીનની નવી જનરેશન મેન્ડ સ્પેસશિપની આખી ટીમને અભિનંદન આપ્યા અને મોટી સફળતા ગણાવી છે. વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા અભિનંદન સંદેશાઓમાં જણાવ્યું હતું કે કોવિડ 19 જેવા વૈશ્વિક મહામારીની વચ્ચે આખી ટીમે પોતાનું મિશન સંચાલિત કર્યુ છે જેથી સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
અગાઉ, કોરોના સંકટની વચ્ચે, ચીની સૈન્ય શક્તિમાં વધારો અને ગુપ્ત પરમાણુ પરિક્ષણો હાથ ધરવાના અહેવાલો આવ્યા હતા. સ્વાભાવિક છે કે આ અહેવાલો સાથે ચાઈના સમગ્ર વિશ્વમાં પોતાની તાકાત અને ધાકધમકી વ્યક્ત કરીને પોતાને વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.