અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. નવા નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે.
અમદાવાદમાં ગઈકાલે 39 મોત નોંધાયા છે અને 349 નવા કેસ નોંધાયા છે ત્યારે ખુદ રાજ્ય સરકાર પણ આ મામલે ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી માર્ચ સુધી અમદાવાદમાં દૂધ અને દવાઓ સિવાયની કોઈ પણ સેવાઓ ખુલ્લી નહીં રહે. આજે રાતે 12 વાગ્યાથી આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
અમદાવાદમાં સુપરસ્પ્રેડર શાકભાજી વેચનાર અને કરિયાણા તેમજ અન્ય દુકાનોને કારણે કોરોનાનો ફેલાવો વધ્યો હતો જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતે 12 વાગ્યાથી નવા નિયમો અમલી બનશે. આ સાથે દવા અને દૂધની દુકાનો સાથે પ્રાઈવેટ હોસ્પિટલ્સને ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. જો આમ ન થયું તો તેમનું લાયસન્સ પણ રદ્દ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.