ખાખરાએ ગુજરાતીઓની આગવી ઓળખ છે,જ્યારે કડકડતી ભૂખ લાગી હોય ત્યારે પેટ ભરવા માટે ખાખરા બેસ્ટ વસ્તુ છે. જો તમારા ઘરે ખાખરા ન હોય તો તમે તે ઘરે પણ બનાવી શકો છો. બનાવવાની રીત એકદમ સરળ છે.ટેસ્ટની સાથે ખાખરા હેલ્થ માટે પણ ખૂબ સારા હોય છે.તો લોકડાઉનમાં આજે બનાવો દરેકના લોકપ્રિય ખાખરા
સામગ્રી
1 કપ ચણાનો લોટ
1 ચમચી લાલ મરચું પાઉડર
સ્વાદાનુંસાર મીઠું
4 ચમચી તેલ
ચપટી હિંગ
2 ચમચી ઘઉંનો લોટ
1 ચમચી જીરું
જરૂર મુજબ પાણી
બનાવવાની રીત
એક બાઉલ લો. તેમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, હળદર, હિંગ, જીરું, મીઠું તેમજ લાલ મરચું પાઉડર ઉમેરીને હાથથી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું-થોડું દૂધ ઉમેરીને સોફ્ટ કણક બાંધી લો. કણકને ઢાંકીને 5-10 મિનિટ માટે રેસ્ટ આપો.
કણકમાંથી નાના-નાના લૂવા વાળી લો. તેમાંથી પાતળા ખાખરા વણી લો. આ રીતે બધા લૂવામાંથી ખાખરા બનાવી લો.
હવે એક પેનમાં તેલ લો અને તેને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે વણેલા ખાખરા તેમાં તળી લો. તે તળાઈ જાય એટલે તેને પ્લેટમાં લઈને સર્વ કરો.