જમ્મુ-કાશ્મીરમાં કર્નલ-મેજર સહિત 8 જવાનોના શહીદ થયા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પુલવામા જિલ્લાના અવંતીપોરાના બેગપોરા વિસ્તારમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતું. અહીં હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઈકુ ઘેરાયેલો છે. સુરક્ષાદળને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં IEDથી તેને ઉડાવી દેવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં આતંકી હિજ્બુલ કમાન્ડર રિયાજ નાઈકુને ઠાર કરવામાં આવ્યો હતો.
પોલીસ, સેના અને સેનાની 55 આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બેગપોરામાં કોર્ડન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે જતાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. અંતે સુરક્ષા દળે જે ઘરમાં આંતકી રિયાઝ નાઈકુ છુપાયો હતો તે ઘરને IEDથી ઉડાવી દીધું હતુ.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિઝબુલના ટોચના કમાન્ડર રિયાઝ નાઈકુ સહિત બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયેલા હોવાની આશંકા છે. અવંતિપોરામાં આઠ કલાકના ગાળામાં આ સતત બીજી એન્કાઉન્ટર હતુ.
આ સિવાય અવંતિપોરાના શરશાલીમાં પણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પછી અહીં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. બંને તરફ ફાયરિંગ ચાલુ જ હતુ. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.