સફળ ફિલ્મોની વાત કરીએ તો તે ત્રણ પ્રકારની હોય છેઃ હિટ, સુપરહિટ અને ત્રીજી કેટેગરી હોય છે ‘શોલે’. લેખક-ગીતકાર જાવેદ અખ્તરની આ વાત ‘શોલે’ની સફળતાની કહાણી કહેવા માટે પૂરતી છે. આજે અમે તમને શોલે ફિલ્મની કેટલીક દુર્લભ ચિત્રો બતાવીએ છીએ.
ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચનને ફિલ્મનો સીન સમજાવી રહ્યા છે. એ સમયે ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન કરતા પણ મોટા સ્ટાર હતા. પણ ફિલ્મ રિલીઝ થયા બાદ અમિતાભનો સિતારો ધર્મેન્દ્ર કરતા વધારે ચમકવા લાગ્યો.
ફિલ્મનું જ્યારે શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે લોકો ફિલ્મના કલાકારોને મળવા આવતા હતા. જ્યારે અમજદ ખાન પોતાના ફેન્સ સાથે તસવીર ખેંચાવી રહ્યા હતા.
ફિલ્મ રિલીઝ નહોતી થઇ એ પહેલા અમિતાભ બચ્ચન એક સંઘર્ષ કરતા કલાકાર હતા. સીન વિશે વાતચીત કરવા તેઓ સામાન્ય લોકોની વચ્ચે બેસતા જેથી તેમને પ્રેરણા મળી રહેતી હતી.
શોલેનું નામ લઇએ અને ગબ્બર સિંહ યાદ ન આવે તો શું કહેવું ? આ ફિલ્મમાં ડિરેક્ટર રમેશ સીપ્પી સાથે અમજદ ખાન ફિલ્મનો સીન સમજી રહ્યા છે.
આ ફોટોમાં અમિતાભ ધર્મેન્દ્રની તસવીર ખેંચી રહ્યા છે. ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે અમિતાભની આ રીતે ફોટો લેવાની સ્ટાઇલ પ્રખ્યાત છે.
ફિલ્મ બની રહી હતી ત્યારે જ ચર્ચામાં હતી. એ સમયે અખબારમાં આ ફિલ્મની તસવીર છપાઇ હતી. જેમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની અને ધર્મેન્દ્ર દેખાઇ રહ્યા છે.
આ તસવીરમાં ફિલ્મના તમામ કલાકારો દેખાઇ આવે છે. જેમાં ધર્મેન્દ્ર, અમિતાભ સહિતના કલાકારો ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરી રહ્યા હતા.
અસલ ઝિંદગીના મિત્રો અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર ફિલ્મના સેટ પર ધર્મેન્દ્ર અને અમિતાભ મસ્તી કરતા અંદાજમાં જોવા મળી રહ્યા છે.