દેશભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં સ્થિતિ દિવસે દિવસે બેકાબૂ બની રહી છે,અમદાવાદમાં 24 કલાકમાં 26 લોકોના મોત થયા છે. અમદાવાદમાં એકલા જમાલપુરમાં જ કોરોનાના 674 કેસ નોંધાયા છે.
અમદાવાદના મધ્ય ઝોનમાં જ 1528 કેસ અને 91 મોત નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હક્કુ બક્કુ રહી ગયુ છે ત્યારે રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર પણ અમદાવાદ ખાસ ટીમ ઉતારીને સ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરી રહ્યુ છે.
અમદાવાદના મધ્યઝોનમાં 1528 કેસ અને 91ના મોત નોંધાઈ ચુક્યા છે. જ્યારે પશ્ચીમ ઝોનમાં 360 કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે જ્યારે 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 110 કેસ નોંધાયા છે જ્યારે 5 લોકોનો જીવ ગયો છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 123 કેસ નોંધાયા છે અને 3 લોકોના જીવ ગયા છે જ્યારે ઉત્તર ઝોનમાં 380 કોરોનાગ્રસ્ત થયા છે અને 10 લોકોના કોરોનાથી મોત થયા છે. પૂર્વઝોનમાં 385 કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે. દક્ષિણ ઝોનમાં 964 લોકો કોરોનાનો શિકાર બન્યા છે અને 27 લોકોનો ભોગ લેવાયો છે.