ભારતમાં ફિલ્મ ઉધોગ પર કોરોના મહામારીની સૌથી વધુ અસર થઇ છે. આટલા બધા દિવસો સુધી સિનેમા બંધ રહયા હોય અને ફિલ્મ રિલિઝ ના થઇ હોય એવી પ્રથમ ઘટના છે. વ્યસ્ત ફિલ્મ કલાકારો, નિર્માતા, નિર્દેશકો અને ટેકનિશિયનો સહિત ફિલ્મ ઉઘોગ સાથે સંકળાયેલા સેંકડો લોકો લોકડાઉનમાં રહેવા મજબૂર છે, કોરોના વાયરસના સંક્રમણની સાંકળ તોડવા માટે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું ત્યારે બોલીવુડના કલાકારોએ લોકડાઉનનું પાલન કરવા વિનંતી કરતા વીડિયો મેસેજ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા
પરંતુ તે લોકડાઉન પાર્ટ -3 સુધીમાં નવા મેસેજ ગાયબ થયા છે હવે લોકડાઉનના પગલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝને મોટા આર્થિક નુકસાનના ભણકારા વાગવા લાગ્યા છે એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસની મહામારીના કારણે ઇન્ડટ્રીઝને લાગેલા ગ્રહણની અસર 2 વર્ષ સુધી રહેવાની છે
ડઝન જેટલા નિર્માતાઓ, વિતરકો અને અભિનેતાઓ દ્વારા એવું આંકલન કાઢવામાં આવ્યું છે કે આવનારો સમય બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે પડકાર સમાન છે. ફિલ્મ આમ પણ જુગાર જેવો ધંધો રહયો છે એમાં કોરોના મહામારીના પગલે દેશ વ્યાપી લોક ડાઉન પછાડ ઉપર પાટા સમાન છે. ઇન્ડસ્ટ્રીઝમાં જે થોડાક બજેટ સાથે આવ્યા હશે એમને પેક અપ કરવાનો સમય પાકી ગયો છે.
બોકસ ઓફિસ પર થતી આવક ઉધોગની કુલ 60 ટકા જેટલી થાય છે આથી મોટા બજેટવાળી અને વિદેશમાં મોંઘાદાટ લોકેશનો પર ખર્ચા બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. તાળાબંધીના કારણે 9500 થિએટર બંધ પડયા છે. આ થિએટરો ક્રમશ શરુ થતા સમય લાગશે. દર્શકોને આકર્ષવા માટે ટીકિટના દર ઘટાડવા પણ પડી શકે છે.
જુનથી જુલાઇ અને ઓગસ્ટ પણ રિધમ પકડતા લાગી શકે છે. ભારતમાં દર વર્ષે 1200 જેટલી ફિલ્મો બને છે જેમાં મોટા બજેટવાળી ફિલ્મો સ્થગિત થઇ શકે છે. પ્રોડકશન હાઉસને નાણાની તંગીનો સામનો કરવો પડી શકે છે. જે ફિલ્મો રજૂ થવાની હતી તેના પ્રોજેકટ પણ અટકી જાય તેમ જણાય છે.
તાળાબંઘીના કારણે બોલીવુડે 13 કરોડ ડોલરથી વધુની કમાણી ગુમાવી છે. મુંબઇ જે ફિલ્મ ઇન્ડસ્ટીઝનું ઘર ગણાય છે ત્યાં કોરોનાની મહામારીએ અડ્ડો જમાવ્યો છે આથી વાતાવરણ શાંત પડતા ખૂબ સમય લાગશે.