કોરોના સંકટને કારણ લૉકડાઉનમાં ભારતીય સૌથી વધુ જાગરુક પોતાના આરોગ્ય અંગે છે. ઉપરાંત આ દરમિયાન તેઓ વીડિયો ચેટ અને ગેમિંગની પણ ભરપૂર મજા લઇ રહ્યા છે. તેનો ખ્યાલ એ વાતથી પણ લગાવી શકાય કે તેઓ આરોગ્ય સેતુ એપને એક સપ્તાહમાં 55 લાખ વખત ડાઉનલોડ કરી ચૂક્યા છે.
જ્યારે વીડિયો ચેટની એક એપને સપ્તાહમાં 42 લાખ વખત ડાઉનલોડ કરી ચૂક્યા છે. વિવિધ એપ માટે આ આંકડો અલગ-અલગ છે. પરંતુ હેલ્થ સાથે સંકળાયેલી એપ સૌથી વધુ ડાઉનલોડ કરાઇ છે. ઉપરાંત ગેમિંગ અને ચેટિંગ એપનું ચલણ પણ વધ્યું છે.
લૉકડાઉનથી કંટાળી ગયેલા ભારતીયઓએ કંટાળો દૂર કરવા અને પોતાને વ્યસ્ત રાખવા માટે લૂડો, કેરમ જેવી ઘણી ગેમિંગ એપ પણ ડાઉનલોડ કરી છે. જ્યારે વર્ક ફ્રોમ હોમવાળા ભારતીયો વચ્ચે વીડિયો ચેટ, કોન્ફરન્સ એપ પ્રથમ પસંદ બની છે.
આરોગ્ય સેતુ એપ સૌથી વધારે યુઝ કરવામાં આવેલી એપ છે,તેની સાથે લોકોડાઉનને કારણે લોકો ઘરમાં જ રહીને પોતાના મિત્ર,ફેમેલિને વિડિયો કોલ કરતા હોય છે,તેની સાથે લૂડો,કેરમ,ટિકટોક,તેની સાથે ઓનલાઇન પેમેન્ટ એપ પણ ખૂબ પસંદીદા અને વધારે ઉપયોગમાં લેવાતી એપ માંથી એક છે.