રાજ્યમાં ત્રીજા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ થઈ ગયો છે. આ ત્રીજા તબક્કાનું લોકડાઉન 17 મે સુધી ચાલુ રહેશે. હજુ રાજ્યમાં કોરોના સામેના જંગમાં નિશ્ચિંત થઈ શકાય તેવી સફળતા મળી નથી. આથી સરકારે રાજ્યમાં ઝોનપ્રમાણે પ્રતિબંધો સાથે છૂટછાટ આપી છે. કયા ઝોનમાં કેવી રહેશે છૂટછાટ અને કયા ઝોનમાં કેવા રહેશે પ્રતિબંધ તે જાણવું જરૂરી છે.
રેડ ઝોન
રેડ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં માત્ર જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓનું (દૂધ, કરિયાણા, દવા, શાકભાજી અને ફ્રૂટ) વેચાણ થઈ શકશે અન્ય કોઈ જ ઓફીસ કે દુકાને શરૂ કરી શકાશે નહીં.(ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ) રાજકોટ ઓરેન્જ ઝોન હોવા છતાં તકેદારીના કારણોસર ત્યાં રેડ ઝોન મુજબના નિયમોનું પાલન કરશે
ઓરેન્જ ઝોનમાં છૂટછાટ
ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, ચા ની દુકાન, બ્યુટી પાર્લર અને ટેક્સી અને કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે.. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર જ બેસી શકશે.
ગ્રીન ઝોનમાં છૂટછાટ
ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, ચા ની દુકાન અને ટેક્સી – કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે.. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર જ બેસી શકશે. તે ઉપરાંત વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે એસટી બસ સેવા શરૂ કરી શકાશે.
રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં. સાંજના સાતથી સવારના સાત સુધી કોઈ બહાર ફરી શકશે નહિ