પિંપલ્સ, ફોડલીઓ, સનટેન જેવી બ્યુટી સમસ્યાઓ ગરમીમાં સામાન્ય બાબત છે. પિંપલ્સના કારણે ચહેરો પણ ભદ્દો લાગવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે છોકરીઓ ઘણા પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ મોંઘી પ્રોડક્ટ્સ, ટ્રીટમેન્ટથી ત્વચા વધુ ખરાબ થઇ શકે છે.
આવા સંજોગોમા તમે એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર હળદરમાંથી બનાવેલી જેલ લગાવી શકો છો. તેનાથી તમારી સ્કીન ગ્લો કરશે અને સાથે પિંપલ્સને પણ દુર થશે અને 2 જ દિવસમાં તમને દેખાશે રિઝલ્ટ.
- એલોવેરા જેલ- 3 મોટી ચમચી
- ઓર્ગેનિક હળદર પાવડર- 1 ચમચી
- ટી ટ્રી ઓઇલ 3-4 ટીપાં
એક બાઉલમાં એલોવેરા અને ઓર્ગેનિક હલ્દી પાવડર સારી રીતે મિક્સ કરો. હવે તેમાં ટી ટ્રી ઓઇલના કેટલાક ટીપાં મિક્સ કરો. ધ્યાન રાખો કે પેસ્ટમાં બબલ્સ ના બને. તેને કોઇ ડબ્બામાં સ્ટોર કરી લો. આ જેલને તમારા ચહેરા, બોડી અને આઇ ક્રીમના રુપમા ઉપયોગમાં લો. તે ક્રીમ જેલ બેઇઝ હોવાથી તમે દરેક સીઝનમાં યુઝ કરી શકો છો.
હળદરનો ઉપયોગ સદીઓથી સુંદરતા નિખારવા માટે થાય છે.એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી ઇંફ્લેમેટરી ગુણોથી ભરપુર હળદર ડાઘ, કાળા ધબ્બા, પિગ્મેન્ટેશન અને ટેનને દુર કરવામાં ઉપયોગી છે. એલોવેરામાં પણ એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે ખીલ પેદા કરનારા બેક્ટેરિયા સામે લડે છે.
આ ઉપરાંત એલોવેરામાં સ્કીન સુધિંગ અને હાઇડ્રેટિંગ ગુણ પણ હોય છે. ટી ટ્રી ઓઇલ સ્કીનને યુવી કિરણો અને ગરમીથી બચે છે. સાથે ત્વચાને કોમળ અને ટાઇટ પણ બનાવે છે.