કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનાવમાં આવે છે. આ સિવાય તમે કાચા કેળાનું શાક પણ બનાવ્યું હશે પરંતુ શુ તમે તેનાથી બનતી પુરી ક્યારેય બનાવી છે. જો ના તો આજે અમે તમારા માટે કાચા કેળાથી બનતી મસાલા
પુરીની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે.
જરૂરી સામગ્રી:
- 500 ગ્રામ ઘઉંનો લોટ
- 4નંગ કાચા કેળા
- 2 ચમચી કોથમીર
- 4 નંગ લીલા મરચા
- 1/2 ચમચી હળદર
- 1/2 ચમચી લાલ મરચું
- 1/2 ચમચી અજમો
- સ્વાદાનુસાર મીઠું
- તળવા માટે તેલ
બનાવવાની રીત:
સૌ પ્રથમ મધ્યમ આંચ પર એક પ્રેશર કુકરમાં કાચા કેળાને પાણીની સાથે બાફી લો.
હવે ગેસ બંધ કરી દો. કુકરનું પ્રેશર ખતમ થાય એટલે તેને બહાર નીકાળીને છોલી લો.
હવે કેળાને એક વાસણમાં લઇને મશળી લો.
ત્યાર બાદ તે જ વાસણમાં લોટ, કોથમીર, લીલા મરચા, હળદર, લાલ મરચું અને અજમો તેમજ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં થોડૂક પાણી ઉમેરતાની સાથે લોટ ગૂંથી લો. તેને 20 મિનિટ એક કપડાથી ઢાંકી લો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા રાખો.
નાના લૂઆ બનાવીને તેની પુરી વણી લો અને તેલ ગરમ થાય એટલે પુરીને આછા બ્રાઉન રંગની તળી લો.
હવે કાચા કેળાની મસાલા પુરી. જેને તમે મીઠી તે તીખી ચટણી સાથે સર્વ કરી શકો છો.