કોરોના વાયરસની અસર વિશ્ર્વભરમાં જોવા મળી રહી છે,ત્યારે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ અસરગ્રસ્ત બન્યો છે,ગુજરાત દેશમાં કોરોના મામલે બીજા નંબરે છે ત્યારે અમદાવાદ પણ કંઈ ખાંડ્યુ જાય તેમ નથી. મનપા કમિશનર વિજય નેહરા હવે અમદાવાદમાં બેકાબૂ બનેલા કોરોનાને હરાવવા બીડા ઓફિસરોને પણ મેદાને ઉતાર્યા છે. 10 કન્ટેન્ટમેન્ટ ઝોન માટે 10 હાઈ લેવલના અધિકારીઓને સરકારે જવાબદારી સોંપી છે. આ વાત ઈશારો કરે છે એમદાવાદમાં સ્થિતિ ગંભીર છે અને કદાચ ક્ફર્યુ પણ મુકાઈ શકે તેવો ગણગણાટ પણ છે.
અમદાવાદમાં કોરોનાના કેસ દિવસેને વિદવેસે વધી રહ્યા છે. ત્યારે હાલ આ કેસનો આંકડો 3543 પર પહોંચી ગયો છે. ગઈકાલે 250 નવા કેસ નોંધાયા છે એટલુ જ નહીં એક જ દિવસમાં 20ના મોત નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે.
મનપા કમિશનર વિજય નેહરાના કહેવા અનુસાર તેમણે જાન્યુઆરીથી જ કોરોના સામે લડત માંડી દીધી હતી તો પછી કેસ વધી કેમ રહ્યા છે. વળી તે એમ પણ કહી રહ્યા છે કે આપણી પાસે SVP સહિતની મોટી મોટી હોસ્પટલમાં પુરતા ખાટલાની વ્યવસ્થા છે તો હવે બેડ ખુટી પડે તેવી સ્થિતિ કેમ થઈ રહી છે. ગઈકાલે સામે આવેલા મોતનો આંકડો અને વિસ્તાર જોઈને રાજ્યસરકાર ખુદ ચિંતામાં મુકાઈ હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે હવે અમદાવાદની સ્થિતિ અંગે નિર્ણય રાજ્યસરકારે પોતાના હસ્તક લઈ લીધા છે.
અમદાવાદમાં 10 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા જ્યાંથી એકપણ વ્યક્તિની લોકડાઉનની હરકત કોરોનાના બેકાબુ બનેલા કેસોને ઓર તુલ પકડાવીને આંકડો ચિંતાજનક રીતે વધારી શકે છે જેને પરિણામે 5 પુલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે પણ અમદાવાદમાં કોઈ છુટછાટ ન ચલવી લેવા તાકીદ કરી છે એ જોતા આવનારા સમયમાં ગુજરાતની સ્થિતિ હજુ ગંભીર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને એમાંય ખાસ કરીને અમદાવાદની. ત્યારે અમદાવાદમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય પણ ક્ફ્યુ મુકી શકે છે.
મધ્ય ઝોનનામાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા અને દક્ષિણ ઝોનના બહેરામ પુરા, દામીલીમડા અને મણીનગરનો સમાવેશ થાય છે. ઉ. ઝોનનો સરસ પુર અને પૂર્વ ઝોનનો ગોમતીપુર એમ 10 વોર્ડને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીબ્રિજ, દધીચી બ્રિજ, આંબેડક્ટ બ્રિજ, નહેરૂબ્રિજ, સરદાર બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી ફરજ પરના લોકો પણ આ બ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં. સુભાષબ્રિજ અને એલીસ બ્રિજ પરથી શરતી પરમિશન મળશે.