અત્યારે જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે આ સમયમાં લોકો સૌથી વધારે જે વસ્તુ મીસ કરી રહ્યા છે એ છે પાણીપુરી,પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે.
પકોડીની દરેક મજા પાણીમાં જ હોય છે. એમા પણ જો અલગ-અલગ જાતના પાણી મળી જાય તો મજા જ પડી જાય,અને હવે વિવિધ પાણી વાળી પાણીપૂરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે સમય ઘરે પાણી પૂરીના વિવિધ પાણી કેવી રીતે બનાવાય તે જોઇએ તો આવો જોઇએ પકોડીના અલગ-અલગ પાણી બનાવવાની સહેલી રીત..
તીખું પાણી બનાવવા
સામગ્રી
- 3-4 ચમચી – કોથમીરની પેસ્ટ
- 2 ચમચી – આદુની પેસ્ટ
- 2 ચમચી – મરચાની પેસ્ટ
- 1 નાની ચમચી – કારામળી
- 1/2 ચમચી – મીઠું
- 1/2 ચમચી – સંચળ
- 1 નાની ચમચી – શેકલું જીરાનો પાઉડર
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ તીખું ખાટું પાણી બનાવવા માટે એક વાસણમાં કોથમીરની પેસ્ટ ઉમેરો. હવે તેમા આદુની પેસ્ટ ઉમેરી લો. તે બાદ તેમા 1 લીટર પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. તે બાદ તેમા સંચળ, મીઠું અને શેકેલા જીરૂાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ તીખું ખાટું પાણી.. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.
ખાટું -મીઠું પાણી
સામગ્રી
- 4 ચમચી – આંબોળિયાની પેસ્ટ
- 2 ચમચી – મરચાની પેસ્ટ
- 1 નાની ચમચી – શેકેલા જીરૂાનો પાઉડર
- 1 નાની ચમચી – કોથમીર
- 1 ચમચી – સંચળ
- 1/2 ચમચી – મીઠું
- 1/2 કપ – ખાંડ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં આંબોળિયાની પેસ્ટ અને મિક્સ કરો. હવે તેમા શેકેલા જીરૂાનો પાઉડર, સંચળ,મીઠું, ખાંડ, સાથે પાણી બરાબર મિક્સ કરો. ખાંડ બરાબર પીગળી જાય એટલે સ્વાદિષ્ટ ખાટું મીઠુ પાણી તૈયાર છે. પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો.
લીંબુ અને હીંગનું પાણી
સામગ્રી
- 2 નંગ – લીંબુ
- 1 ચપટી – હીંગ
- 2-3 ચમચી – ધાણા પાઉડર
- 1 ચમચી – સંચળ
- 1 નાની ચમચી – શકેલા જીરૂ પાઉડર
- 1/2 ચમચી – મીઠું
- 1 ચમચી – સંચળ
બનાવવાની રીત
સૌ પ્રથમ લીંબુ પાણી બનાવવા માટે લીંબુના રસને એક વાસણમાં નીકાળી દો.તેમા હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તેમા ધાણા પાઉડર, સંચળ, મીઠુ, શેકેલા જીરૂનો પાઉડર બરાબર મિક્સ કરી પ્રમાણુસાર પાણી ઉમેરો. આ પાણીમાં તમે સમારેલી કોથમીર ઉમેરી શકો છો. તૈયાર છે લીંબુ અને હીંગનું સ્વાદિષ્ટ પાણી.