લિપસ્ટિક એ એક સૌંદર્ય પ્રસાધન છે. જેનો પ્રયોગ હોઠોને રંગવા માટે અને હોઠોના દેખાવને સુધારવા માટે તથા તેમાં નિખાર લાવવા માટે કરવામાં આવે છે. આજ કારણ છે કે એક્ષપર્ટ ફેસ અને સ્કિન અનુસાર લિપસ્ટિકનો શેડ પસંદ કરવાની સલાહ આપે છે. લિપસ્ટિક ઘણી જાતની હોય છે. લિપસ્ટિકએ મેકઅપ નો મહત્વનો ભાગ છે.
લિપસ્ટિક લગાવવાથી ઘણા ફાયદા થઇ શકે છે. જેમ, કે તે તમારા હોઠને યુવી રેજ કિરણથી બચાવવાની સાથે તેને મુલાયમ પણ બનાવે છે.
લિપસ્ટિક તમારા લુકને ખૂબ બદલી લે છે. યોગ્ય શેડ પસંદ કરવા પર તે લિપ્સને ડિફાઇન કરે છે અને સ્માઇલને સુંદર બનાવે છે.
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લિપસ્ટિક લગાવનારી મહિલાઓ વધારે કોન્ફિડેન્ટ અને પાવરફુલ અનુભવ કરે છે. આવી મહિલાઓને વધારે એકટ્રેક્ટિવ પણ માનવામાં આવે છે.
લિપસ્ટિક હાઇડ્રેશન પ્રદાન કરે છે કારણ કે તેમાં એલોવેરા તથા વિટામિન ઇ જેવા ઘટકો છે.
લિપસ્ટિકની મનોવૈજ્ઞાનિક અસર પણ હોય છે. તેને મૂડલ લિફ્ટરમાં માનવામાં આવે છે. સાથે જ લિપસ્ટિક મહિલાઓને વધારે સશક્ત પણ અનુભવ કરાવે છે. જે કઠિન સમયમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
લીપસ્ટિક લગાવીને તમે તમારા દેખાવને પૂર્ણ કરી શકો છે, લિપસ્ટિક કરેલ કોઈ પણ મહિલા વધારે વિશ્વસનીય અથવા વધુ સેક્સી લાગે છે.