દેશભરમાં અત્યાર સુધી કોરોનાને કારણે લોકડાઉન છે,દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે.
દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 હતો. મંબઈમાં નવા ભાવ રૂ. 579 હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં રૂ. 569 .50 હશે.સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિંડર સબસિડીવાળા આપે છે.
આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિંડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો છે.
19 કિલોગ્રામ રસોઈ ગેસના સિલિન્ડરના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે, જે 1 મેથી અમલમાં આવ્યા છે. દિલ્હીમાં 19 કિલો એલપીજી સિલિન્ડર 256 રૂપિયામાં સસ્તો થયો છે. અગાઉ ગેસ સિલિન્ડરની કિંમત 1285.50 રૂપિયા હતી, જે 1 મેથી ઘટીને 1029.50 પર આવી છે.તેના ભાવ કોલકાતામાં 1086.00 રૂપિયા, મુંબઇમાં 978.00 રૂપિયા અને ચેન્નઇમાં 1144.50 રૂપિયા પર આવી ગયા છે.