ઋષિ કપૂર અને ઇરફાન ખાન બોલીવુડના બે લગ-અલગ પ્રકારના અભિનેતા હતા. જે દર્શકોના દિલોમાં એક ખાસ સ્થાન ધરાવે છે. હિન્દી સિને જગતના આ ખાસ સિતારાઓએ એક પછી એક બે દિવસમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. આ બંને કલાકારોની વિદાયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શૂન્યતા વ્યાપી ગઇ છે, જેમાંથી બહાર આવવુ અશક્ય છે. પરંતુ જો આ બંને સ્ટાર્સની કેન્સ સામેની જંગની વાત કરીએ તો તેમનામાં ઘણી સામ્યતા છે અથવા તો એમ કહી શકાય કે એક ગજબ સંયોગ કહી શકાય.
ઇરફાન ખાન અને ઋષિ કપૂર બંને પાછલા બે વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા, જ્યારે ઋષિ કપૂરે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર માટે એક લાંબો સમય પસાર કર્યો હતો, ત્યાં ઇરફાન ખાન પણ લાંબા સમય સુધી લંડનમાં રહીને સારવાર કરાવી રહ્યો હતો.
ઇરફાન ખાનની મા સઇદા બેગમનું નિધન તેની મોતના 4 દિવસ પહેલા થયું હતું. અને તેમની નાજુક તબિયતના કારણે તે તેમના અંતિમ દર્શન ન કરી શક્યા. ઇરફાન ખાન પણ પોતાની માના અંતિમ દર્શન વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા કર્યા હતાં.
સાથે જ ઋષઇ કપૂર સાથે પણ કંઇક આવું જ બન્યુ. તે પોતાની માના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઇ શક્યાં. 18 ઓક્ટોબર 2018ના રોજ ઋષિ કપૂરની માતાનું નિધન થઇ ગયું હતુ. પરંતુ કેન્સરની સારવારના કારણે તે પોતાની માના અંતિમ દર્શન ન કરી શક્યાં અને અંતિમ ક્રિયામાં સામેલ ન થઇ શક્યા. આ દરમિયાન ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂર અને દિકરો રણબીર કપૂર તેની સાથે અમેરિકામાં હતાં.
ઇરફાન ખાન અને ઋષિ કપૂર અંતિમ સમય સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યાં હતા. ઋષિ કપૂર મોતના આશરે 28 દિવસ પહેલાં સુધી ટ્વિટર પર એક્ટિવ હતાં. સાથે જ તેમની છેલ્લી ટ્વીટની વાત કરીએ તો તેમણે કોરોના જંગમાં સામેલ કોરોના વોરિયર્સ પર થતી હિંસાના મામલે રોષ વ્યક્ત કર્યો હતો.
સાથે જ ઇરફાન ખાન પણ મોતના 17 દિસવ પહેલાં સુધી એક્ટિવ હતા. તેમણે છેલ્લી ટ્વીટમાં કહ્યું હતું કે ચંપકની મનોસ્થિતિ આ સમયે કંઇક એવી છે કે દિલમાં પ્રેમ છે અને દેખાડવા માગે છે.
આ પણ ગજબ સંયોગ છે કે બંને કલાકારોએ કેન્સર સામે ચાલી રહેલી જંગ વચ્ચે પણ ફિલ્મોમાં કામ કર્યુ છે. જ્યાં ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ તેમની મોતના આશરે 2 મહિના પહેલા જ રિલિઝ થઇ હતી. ત્યાં ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ધ બૉડી ડિસેમ્બર 2019માં રિલિઝ થઇ હતી.