નવા વર્ષની જ્યારે શરુઆત થાય છે ત્યારે સૌ કોઈ તેને વધાવતા હોય છે. જોકે, વર્ષ 2020ના શરુઆતના ગાળામાં જ લોકો તેનાથી નફરત કરવા લાગ્યા છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે જેનાથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે..
ભારતમાં કોરોનાના હજારો કેસ સામે આવી રહ્યા છે..ત્યારે દેશમાં એક બાદ એક બે મોટી હસ્તીઓએ અલવિદા કહી દેતા લોકો હવે વર્ષ 2020થી નફરત કરવા લાગ્યા છે. 29 એપ્રિલ બુધવારે ઈરફાન ખાન અને 30 એપ્રિલ ગુરુવારના રોજ ઋષિ કપૂરના નિધનના સમાચારના કારણે ભારતનો દરેક નાગરીક દુઃખી છે..
દિગ્ગજ કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપૂરના માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ચાહકો છે. હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારોને ગુમાવી દેતા બોલીવુડ જગત શોકમગ્ન છે તો સોશિયલ મિડિયામાં પણ લોકો હવે વર્ષ 2020ને ખરાબ વર્ષ ગણાવી રહ્યા છે.
ટ્વીટર પર કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી લખી દીધુંકે પહેલા ઈરફાન ખાન અને હવે ઋષિ કપૂર સર, 2020માં બધુ જ ખરાબ થઈ રહ્યું છે..વિશ્વનો વિનાશ નજીક હોય એમ લાગે છે. તો કેટલાકે આઈ હેટ 2020 લખ્યું..